સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા પુત્રીઓને પણ પિતા કે પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો હોવાની વાત કહી છે. આ ઉત્તરાધિકાર એક્ટ 2005 અધિનિયમ લાગૂ થયા પહેલાં જ કોપર્શનરનું નિધન થયું હોય તો પણ દીકરીને પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો મળી શકે છે. કોર્ટે કહ્યું કે પુત્રીના જન્મ સાથે જ પિતાની સંપત્તિમાં બરાબરની હકદાર બને છે.
(File Pic)
દેશની સર્વોચ્ચ કોર્ટના ત્રણ જજોની પેનલે સ્પષ્ટ કરી દીધુ કે ભલે પિતાનું મૃત્યુ હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદા, 2005 લાગુ થયા પહેલા થયું હોય, તો પણ પુત્રીઓનો માતા-પિતાની સંપત્તિ પર અધિકાર રહેશે. કોર્ટે પોતાની મહત્વની ટિપ્પણીમાં કહ્યું કે પુત્રીઓ હંમેશા પુત્રી રહે છે. પુત્ર તો બસ લગ્ન સુધી જ પુત્ર રહે છે. એટલે કે 2005માં સંશોધન થયું તે અગાઉ પહેલા પણ કોઈ પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રીઓને પિતાની સંપત્તિમાં પુત્ર કે પુત્ર જેટલો જ બરાબરીનો હક મળશે.
(File Pic)
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા સ્પષ્ટ કર્યું છે કે 5 સપ્ટેમ્બર 2005ના રોજ સંસદે અવિભાજિત હિંદુ પરિવારના અનુગામી કાયદામાં સુધારો કર્યો હતો. જેના માધ્યમથી પુત્રીને પિતૃ સંપત્તિમાં સમાન હિસ્સો માનવામાં આવતો હતો. મહત્વનું છે કે, આ મામલે 1985માં જ્યારે એનટી રામારાવ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતાં. તે સમયે તેમણે પૈતૃત સંપત્તિમાં પુત્રીઓને બરાબરનો હકવાળો કાયદો પસાર કર્યો હતો. તેના 20 વર્ષ બાદ સંસદે 2005માં તેને જ અનુસરીને દેશભર માટે પૈતૃક સંપત્તિમાં પુત્રીઓને પુત્રો બરાબર હક આપવાનો કાયદો પાસ કર્યો હતો.