બોલીવુડના જાણીતા અભિનેતા સંજય દત્તને થોડા દિવસ અગાઉ શ્વાસ લેવામાં અચાનક તકલીફ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાની આશંકાના પગલે તેમનો કોરોનાનો ટેસ્ટ પણ કરાવાયો હતો.
(File Pic)
જોકે, તે નેગેટિવ આવ્યો હતો. ત્યારે આજે અહેવાલ સામે આવ્યા છે કે સંજય દત્ત ફેફસાના કેન્સરથી પીડાઈ રહ્યા છે અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં બે દિવસ દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને અત્યારે તેઓ પોતે ઘરે આરામ કરી રહ્યા છે.
(File Pic)
સંજય દત્તે મંગળવારે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે કહ્યુ હતું કે મારા મિત્રો, સ્વાસ્થ્યની સારવારને લઈ હું થોડા દિવસ માટે મારા કામથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે. . ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે સંજય દત્તને ફેફસાનું કેન્સર છે અને આ માટે સારવાર માટે તેઓ જલદી અમેરિકા જશે.