વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંદામાન અને નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે ચેન્નાઈ અને પોર્ટ બ્લેરને જોડશે. પીએમ મોદીએ ડિસેમ્બર 2018માં આ પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. આ ફાઈબર કેબલ ચેન્નાઈથી પોર્ટ બ્લેર સુધીના દરિયાની નીચે નાખવામાં આવી છે, જેની મદદથી આંદામાનમાં ઇન્ટરનેટની સ્પીડ ઝડપી બનશે.
(File Pic)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે તેનું કામ લગભગ બે વર્ષમાં પૂર્ણ થયું છે. 1224 કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ 2300 કિમી લાંબા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ બીછાવવામાં આવ્યાં છે. સરકારી કંપની BSNL એ દરિયાની અંદર કેબલ બીછાવવાનું કામ પૂરું કર્યું છે.
આ પ્રસંગે PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ આંદામાનના લોકો માટે મહત્વનો છે. તેમણે કહ્યું કે “નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા, લગભગ દોઢ વર્ષ પહેલા મને સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો શુભારંભ કરવાનો અવસર મળ્યો હતો. મને ખુશી છે કે હવે તેનું કામ પૂરું થયું છે અને આજે તેના લોકાર્પણનું પણ સૌભાગ્ય મને મળ્યું છે.”
(File Pic)
પીએમ મોદીએ કહ્યું કે “ચેન્નાઈથી પોર્ટ બ્લેર, પોર્ટ બ્લેરથી લિટિલ આંદામાન ને પોર્ટ બ્લેરથી સ્વરાજ દ્વિપ સુધી, આંદામાન નિકોબારના એક મોટા હિસ્સામાં આ સેવા આજથી શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી એ કહ્યું કે કોરોના સંકટ પણ કામ પૂર્ણ થતા ન રોકી શક્યું, દેશના ઇતિહાસ માટે આંદામાન સાથે જોડાવું અને કનેક્ટિવિટી આપવી દેશની ફરજ હતી. અમારા પ્રયાસો છે કે દેશના દરેક નાગરિકનું દિલ્હીથી અને દિલનું અંતર ખતમ કરી શકાય,