રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો હજી યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર રાજસ્થાન સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.34 દિવસ બાદ જૈસલમેર પહોંચેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો નજરકેદમાં જઇ રહ્યા છે, તેમની હવે પોલ ખુલી ગઇ છે.
(File Pic)
તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપના નેતાઓ અને આપણી પાર્ટી છોડી ચૂકેલા લોકો વિરૂદ્ધ દરેક ઘરમાં ગુસ્સો છે. મારુ માનવું છે કે, તેઓ પણ આ સમજે છે અને તેમનાથી વધુ અમારી પાસે પરત આવ્યા. પત્રકારો સાથે વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે વિચારી શકો છો કે સરકારમાં તો અમે લોકો છીએ, હોર્સ ટ્રેડિંગ થઇ રહી હતી.
(File Pic)
કોઇ પ્રકારે અમારે ધારાસભ્યોને એકસાથે રોકવા પડ્યા. પરંતુ ભાજપના ધારાસભ્યોને કઇવાતની ચિંતા છે? ત્રણ-ચાર જગ્યા પર તે લોકો નજરકેદ કરી રહ્યા છે, તે પણ વીણી-વીણીને. તેમાં વિખવાદ નજરે આવી રહ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપના જે સ્થાનિક નેતા મોટા મોટા દાવા કરી રહ્યા હતા, પરંતુ આજે અને કાલે તેમની પોલ ખુલી ગઇ છે. હવે ભાજપના નેતા ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ધારાસભ્યોને બહાર મોકલી રહ્યા છે અને નજરકેદ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ લોકતંત્ર માટે ખતરનાક છે.