ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલના ભાઇ ગૌતમ પટેલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મહેસૂલ મંત્રીના 65 વર્ષના ભાઇએ શિલજના શાલીન બંગ્લોઝમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે.મંત્રીના ભાઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગેનું કારણ અકબંધ છે. હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના સિનયર નેતા અને મંત્રી કૌશિક પટેલના ભાઈએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ છે. કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલે શીલજના શાલીન બંગલો ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મહત્વનું છે કે, મહેસૂલ મંત્રીના ભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
(File Pic)
મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોટર્મ અર્થે ખસેડી બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે આ બનાવના પગલે મંત્રી કૌશિક પટેલના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.