ભાજપના સાંસદ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ ગૃહ મંત્રી અમિત શાહના કોરોના રિપોર્ટને લઈ ટ્વિટ કરતા ચર્ચાન દોર શરુ થયો છે. 2 ઓગસ્ટના રોજ ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ગૃહ મંત્રી અમિત શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી ભાજપના સાંસદ મનોજ તિવારી દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી હતી.
(File Pic)
જોકે, ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવાયુ હતું કે, ગૃહ મંત્રી અમિત શાહનો કોરોનાનો બીજો રિપોર્ટ હજી સુધી સામે આવ્યો નથી. ગૃહ મંત્રાલયે આ અહેવાલોને ફગાવ્યા બાદ ભાજપ સાંસદ મનોજ તિવારીએ અમિત શાહના કોરોના રિપોર્ટને લઈ કરેલ ટ્વિટને ડિલિટ કરી દીધુ હતું.
મહત્વનું છે કે, ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટના રોજ પોઝિટીવ આવ્યો હતો. તેમણે જાતે જ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તેમને ડૉક્ટર્સની સલાહ પર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયા બાદથી ગૃહપ્રધાન અમિત શાહને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.