પાકિસ્તાને ગુજરાતની સરહદ પાસે આવેલું ભોલારી એરબેઝ અપગ્રેડ કરી ત્યાં 28 જેટલા એફ-16 વિમાનો તૈનાત કર્યા હોવાની જાણકારી સામે આવી છે. પાકિસ્તાન દ્વારા આ હરકત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા વર્ષ 2018માં આ એરબેઝનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. એ હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે.
(File Pic)
ભારત-ચીન તણાવ વચ્ચે હવે પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ગુજરાતની સરહદ પાસે આવેલું ભોલારી એરબેઝ અપગ્રેડ કરી ત્યાં 28 જેટલા એફ-16 વિમાનો તૈનાત કરી દીધા છે. 2018માં આ એરબેઝનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. એ હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે. સેટેલાઈટ તસવીરોમાં જોઈ શકાય છે કે એરબેઝમાં વિમાનો સુરક્ષિત રાખવાના હેંગર તૈયાર થઈ ચૂક્યા છે. કેટલાક હેંગરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે.
સેટેલાઈટ તસવીરમાં પાકિસ્તાનનું આ એરબેઝ અપગ્રેડ થતું જોવા મળ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ સ્થળે 1965ના યુદ્ધ વખતે ભીષણ અથડામણ થઈ હતી. ત્યારે આ એરબેઝને હવે પાકિસ્તાને અપગ્રેડ કર્યું છે. વધુ વિમાનો શમાવી શકાય એ માટે હેન્ગર, અન્ડરગ્રાઉન્ડ બંકર્સ, રન-વે સહિતના બાંધકામો ઉભા કરાયા છે. આ એરબેઝ કચ્છ સરહદથી 120 કિલોમીટરના અંતરે આવેલુ છે.