કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કયારેક કોરોનાને લઈને તો કયારેક ચીન મુદ્દાને લઈને રાહુલ સતત ભાજપને ઘેરી રહ્યા છે. ત્યારે હવે આ વખતે લિકર બિઝનેસમેન વિજય માલ્યા કેસની ફાઈલો ગાયબ થવા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
વિજય માલ્યા કેસની ફાઈલો ગાયબ થવા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને આડેહાથ લીધી છે. ટ્વીટ કરીને આ મામલે મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે દેશમાં જ્યારે પણ ભાવનાત્મક પરિસ્થિતિઓ પેદા થઈ છે ત્યારે ફાઇલો ગાયબ થઈ ગઈ છે.
શનિવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ‘જ્યારે જ્યારે દેશ ભાવુક થયો છે ત્યારે ત્યારે ફાઈલો ગાયબ થઈ છે. માલ્યા હોય કે રાફેલ, મોદી હોય કે ચોક્સી… ગુમ થયેલ યાદીમાં લેટેસ્ટ છે ચીની અતિક્રમણના નવા દસ્તાવેજો. આ સંયોગ નથી, મોદી સરકારનો લોકશાહી વિરોધી પ્રયોગ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ભાગેડુ વિજય માલ્યાની ફાઇલમાંથી જરૂરી દસ્તાવેજો ગાયબ થવાને કારણે, તિરસ્કારના મામલે પુર્નર્વિચાર અરજી પરની સુનાવણી 20 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે