કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પરિવાર સાથે સોમનાથ મહાદેવ આવ્યા હતા. તેમણે પહેલા જૂના સોમનાથમાં જઈ દર્શન કર્યા અને બાદમાં સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો. સોમનાથ મંદિર પરિસરમાં તેમનું ગાર્ડ ઓફ ઓનર અને પોલીસ સલામીથી સ્વાગત કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટે પણ વજુભાઈ વાળાનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે તેમના જૂના મિત્ર એવા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડિરેક્ટર કિશોર કુહાડા પણ હાજર રહ્યા હતા. પૂજા અર્ચના બાદ વજુભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યં કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ના મુદ્દે સોમનાથ મહાદેવ, કેદારનાથ અને બદ્રીનાથની કૃપાથી બધું જ સારુ થઈ જશે. અનેક વખત અહીંયા હુમલા થયા છે અને આપણા લોકોએ સોમનાથનું રક્ષણ કર્યું છે. આપણે કોઈને મારવા નથી. પણ આપણને કોઈ મારવા આવે તો તેને છોડવા પણ નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -