મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. નવી ઉદ્યોગનીતિની જાહેરાત સમયે CM રૂપાણી એ જણાવ્યું હતુ કે, 2019માં પ્રપોઝ કરેલા ઇન્વેસ્ટમેન્ટમાં 48 ટકાનો વધારો થયો છે.
(File Pic)
તેમણે જણાવ્યું કે, ભારતમાં સૌથી ઓછો બેરોજગારીદર 3.4 ટકા ગુજરાતમાં છે. નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. આ જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે આપવામા આવશે નવી ઉદ્યોગનીતિની જાહેરાત સમયે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું- MSMEનો સ્ત્રોત ગુજરાત છે અને હાલ રાજ્યમાં 35 લાખ જેટલા MSME આવેલા છે, ગતવર્ષની સરખામણીએ FDIમાં 240 ટકાનો વધારો થયો છે. 2019માં પ્રપોઝ કરેલા ઇન્વેસ્ટમેન્ટમાં 48 ટકાનો વધારો થયો છે.
(File Pic)
સાથે જ તેમણે જણાવ્યું કે, વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે. મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2019 ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે 49 મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે