અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસમાં સીબીઆઇ એક્સનમાં આવી છે, 6 આરોપીઓ સહિત અન્યનાં વિરૂધ્ધ ગુરૂવારે કેસ નોધ્યો છે, કેન્દ્ર દ્વારા બુધવારે નોટિફિકેશન મળ્યાનાં એક દિવસ બાદ સીબીઆઇએ જે લોકોનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે, તેમાં રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સૈમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્યનો સમાવેશ થાય છે.
(File Pic)
બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં જોડાયેલી CBIએ સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. CBIએ IPCની કલમ 306, 341, 342, 420, 406 અને 506 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
સુશાંત કેસની તપાસ અલગ ટીમ કરશે એટલા માટે SITની રચના કરવામાં આવી રહી છે. CBIની તપાસ ટીમમાં ગુજરાત કેડરના IPS અધિકારી પ્રવિણ સિંહા જે CBIના એડિશનલ ડાયરેક્ટર છે જે સમગ્ર તપાસનું મોનિટરિંગ કરશે. કેસની મનોજ શશિધરની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ કરશે. તપાસ માટે અનિલ યાદવને આઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે, ઈડી 7 ઓગસ્ટે રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરશે.