મુંબઈ તથા પરા વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકાર થતા જનજીવન પર મોટા પાયે અસર પડી હતી. હાલ વરસાદને કારણે મુંબઇમાં રેડ એલર્ટ જારી છે. વરસાદના કારણે ચારેય તરફ પાણી-પાણી જોવા મળી રહ્યુ છે. રસ્તા પર ફરી વળેલા પાણીના કારણે વાહનો પણ વરસાદી પાણીમાં તરતા જોવા મળ્યા હતા. આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીઓ પણ તણાઈ ગઈ હતી.
(File Pic)
ત્યારે હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મુંબઈમાં પડેલા ભારે વરસાદમાં પાણીમાં એક નાનું બાળક તણાયુ હતું. જે અંગે સ્થાનિક લોકોને જાણ થતાં એક યુવકે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના ધસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવી બાળકને પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઈ ગયો હતો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે..આપને જણાવી દઈએ કે, મુંબઈમાં 12 કલાકમાં પડેલા ભારે વરસાદે વર્ષોનો રેકોર્ડ તોડી દીધો છે. હાલ મુંબઇમાં વરસાદને કારણે થયેલા નુકસાન અને રસ્તા પર ભરાયેલા પાણીના ભયાનક વીડિયો સામે આવી રહ્યા છે.
This man saved a child #MumbaiRains pic.twitter.com/XnqB7yYwfK
— Lawrence Samuel Bing (@lawrencebing) August 5, 2020