ગુજરાતમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 5 ઓગસ્ટ સાંજથી 6 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1034 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 67811 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 917 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 27 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2584 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 50322 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 238 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 151, વડોદરામાં 118 કેસ નોંધાયા છે.હાલ રાજ્યમાં કુલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 14823 સ્ટેબલ છે. મહત્વનું છે કે રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.