રામનગરી અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજનની તડામાર તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી ત્યારે આજે એ ક્ષણ આવી ગઈ છે. અને આ ઐતિહાસિક ક્ષણનો કરોડો દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેંન્દ્ર મોદી આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા છે. પીએમ મોદી દિલ્હીથી વાયુ સેનાના વિશેષ વિમાન મારફતે લખનૌ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે અયોધ્યા પહોંચ્યા હતા,
જ્યાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. ત્યારબાદ પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ માટે રવાના થયા હતા. જોકે આ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેઓ હનુમાનગઢીના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર હતા.
મહત્વનું છે કે, કાર્યક્રમમાં પીએમ મોદી શુભ મુહુર્તના સમયે ભૂમિ પૂજનની શરુઆત કરશે, અને શિલાન્યાસ કરશે. આ દરમ્યાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સહિત ઘણા મહેમાન હાજર રહેશે. અયોધ્યાને આજે શણગારવામાં આવી છે, દિવાળી જેવો માહોલ છે.