કેન્દ્ર સરકારે અનલોક-3.0માં જિમ અને યોગ કેન્દ્રો ખોલવાની મંજૂરી આપી દીધી છે. 5 ઓગસ્ટથી દેશભરમાં જિમ અને યોગ કેન્દ્રો ખુલી જશે અને આ માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તે માટે ગાઇડલાઇન પણ જાહેર કરી છે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય. અનલોક 3.0 અંતર્ગત પાંચમી ઓગસ્ટથી જિમ અને યોગા સેન્ટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
(File Pic)
આ ગાઇડલાઇન પ્રમાણે સ્ટાફ અને વિઝિટર્સ વચ્ચે ઓછામાં ઓછો સંપર્ક થાય તે જરૂરી છે. કારણ કે કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત ફરજિયાત માસ્ક સહિત અન્ય કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. જોકે, કેન્ટેનમેન્ટ ઝોનમાં આવતા યોગા સેન્ટર્સ અને જિમ બંધ જ રહેશે.
(File Pic)
કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવેલા જિમ કે યોગા સેન્ટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ સ્પા, સૌના, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલને શરૂ કરવાની હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 18 લાખને વટાવી ગઇ છે અને 38 હજારથી વધારે લોકોના મોત થયા છે.