બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ મામલે બિહારમાં કેસ નોંધાયા પછી તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં રિયા ચક્રવર્તીના ઘરની તો ક્યારેક સુશાંત સાથે જોડાયેલી કંપનીના ચક્કર લગાવી રહી છે.
(File Pic)
ત્યારે હવે સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તીની મુશ્કેલી વધી છે. હવે ઈડીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તીની વિરુદ્ધ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. તો સુશાંતના મોતના મામલા પર કેન્દ્રીય મંત્રી આરવી પાસવાને કહ્યું કે, આ મામલામાં બિહાર અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની વચ્ચે વાત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હજી સુધી કોઈ એફઆઈઆર દાખલ ન થવાને કારણે રાજ્યોની વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે.
(File Pic)
ઉલ્લેખનીય છે કે, બિહાર પોલીસ તરફથી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહની ફરિયાદ પર બોલિવુડ એક્ટ્રસ રિયા ચક્રવર્તીની વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો. ત્યારે હવે ઈડીએ રાજ્ય પોલીસ પાસેથી મામલાની માહિતી માંગી છે. ઈડીના એક સૂત્રએ જણાવ્યું કે, એજન્સીએ 14 જૂનના રોજ આત્મહત્યા કરનારા દિવંગત એક્ટરના 25 કરોડ રૂપિયાનું બેંક લેણદેણને સમજવા માટે પ્રાથમિકીનો કોપી માંગી છે.