નૌસેનામાં નકલી બિલ દ્વારા કરવામાં આવેલ કૌભાંડ સામે આવ્યા બાદ કેન્દ્રીય તપાસ બ્યુરો એ ચાર રાજ્યોમાં જુદા જુદા 30 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સામેલ છે. નૌસેનામાં ખોટા બીલ મૂકીને ગોટાળો કરાયો છે. જેને પગલે CBIએ ચાર રાજ્યના 30 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા.
(File Pic)
દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દરોડા પાડી આ ગોટાળા પરથી પડદો ઉચક્યો છે. નૌ સેના દ્વારા 6.76 કરોડના બોગસ બીલ રજૂ કરવામાં આવ્યા છે. પશ્ચિમ નૌસેના કમાને IT હાર્ડવેરની જરૂરિયાત માટે બીલ બનાવાયા. જેમાં નૌસેનાના ત્રણ અધિકારીઓના સામે નામ સામે આવ્યા છે. દરોડા દરમિયાન CBIને 10 લાખની રોકડ મળી આવી છે.
(File Pic)
કેપ્ટન, કમાંડર અને પેંટ્રી ઓફિસરના નામ સામે આવ્યા છે. આરોપ છે કે કેપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદાર ગોડબોલે અને આરપી શર્મા અને પેટી ઓફિસર એલજીઓ (F&A) અને કુલદીપ સિંહ બધેલે કથિત રૂપે 6.76 કરોડ રૂપિયાના સાત ખોટા બિલ તૈયાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દરોડા દરમ્યાન પોલિસને 10 લાખ રોકડા મળ્યા છે, અને સાથે સાથે મહત્વનાં દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૌભાંડ 6.76 કરોડથી વધુનું હોઈ શકે છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જુના બીલોની ચુકવણીની પણ તપાસ કરવામાં આવી શકે છે. હાલતો, સીબીઆઈ તરફથી નેવી ઓફિસર અને કંપનીઓ પાસેથી જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે.