શિક્ષણ ક્ષેત્ર મોટા સુધારા માટે કેન્દ્રીય કેબિનેટે બુધવારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. જેનો ઉદ્દેશ એજ્યુકેશન સિસ્ટમને સંપૂર્ણ રીતે બદલવાનો છે. હવે ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટરી સંસ્થા હશે. આ ઉપરાંત માનવ સંશાધન મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે.
બેઠકમાં 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. નીતિમાં ટોચની વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવા સહિતના ઘણા મોટા ફેરફારો કરવાની તૈયારી કરી છે, આ વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક શિક્ષા આપવાની સાથે સંસ્થાનો માટે પણ એક મોટુ પગલું છે.
(File Pic)
નવી શિક્ષણ નીતિ હેઠળ હવે 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃ ભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્ર ભાષાને ભણાવવામાં આવશે. બાકી વિષય ભલે તે અંગ્રેજી જ કેમ ન હોય…એક વિષય તરીકે ભણાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ હવે ફક્ત 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપવી પડશે, જ્યારે આ પહેલાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા ફરજિયાત હતું, જે હવે નહી હોય. તો બીજી તરફ કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. એટલે કે ગ્રેજ્યુએશન હેઠળ પહેલાં વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે.
#WATCH Live from Delhi – Cabinet briefing by Union Ministers Prakash Javadekar & Ramesh Pokhriyal. https://t.co/hgXYU79Mmy
— ANI (@ANI) July 29, 2020
ટેક્નોલોજી આધારિત શિક્ષણ
નવી શિક્ષણ નીતિમાં ત્રીજો ફેરફાર સૂચવવામાં આવ્યો હતો તે ટેકનોલોજીને આગળ વધારવાનો હતો. જેમાં ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય શિક્ષણમાં ટેકનોલોજી ઉમેરવાની પણ વાત કરવામાં આવી છે.
(File Pic)
શિક્ષકની તાલીમ પર ભાર
નવી શિક્ષણ નીતિમાં શિક્ષકોની તાલીમ બદલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આમાં, શાળાના શિક્ષકોથી ઉચ્ચ શિક્ષણ સુધી સારા શિક્ષકો રાખવા માટેના તાલીમ કાર્યક્રમો અને પદ્ધતિઓમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી હતી. શિક્ષક તાલીમ આપવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.