ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 25 જુલાઈથી 26 જુલાઈ સુધીમાં નોંધાયેલા 1110 પોઝિટિવ કેસ ગુજરાતમાં અત્યાર સુધીના રેકોર્ડ કેસ છે. 1110 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 55822 થઈ ગઈ છે.
(File Pic)
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 21 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2326 થયો છે. જ્યારે 24 કલાકમાં 753 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
(File Pic)
આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 40365 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 299 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 163, વડોદરામાં 92 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 72, અમરેલીમાં 39, બનાસાકાંઠામાં 35, દાહોદમાં 30 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13131 એક્ટિવ કેસ છે. જેમાં 85 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 13046 સ્ટેબલ છે.