ગત 14 જુને બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપુતે મુંબઈ સ્થિત પોતાના ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે અંતિમ પગલુ કેમ ભર્યુ આ અંગે હજી સુધી કોઈના હાથે યોગ્ય પુરાવા લાગ્યા નથી. આ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને સુશાંતના મોતનું સાચુ કારણ તપાસવામાં લાગી છે. પોલીસ સતત ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે.
(File Pic)
આ દરમ્યાન મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે મોટું નિવેદન આપ્યું છે.અનિલ દેશમુખે સુશાંત કેસમાં ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટની પૂછપરછ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ કેસમાં મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અનિલ દેશમુખે જણાવ્યું કે, આ કેસમાં હવે કરણ જોહરના મેનેજરની પણ પૂછપરછ કરવામાં આવશે.
(File Pic)
તેમના જણાવ્યા મુજબ જો જરૂર પડશે તો ખુદ કરણ જોહરને પણ હાજર થવા માટે કહેવામાં આવશે. હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મહેશ ભટ્ટની પૂછતાછ થવી આ કેસ માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સુશાંતના મોત બાદથી જ મહેશ ભટ્ટને સોશિલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. તેમના પર નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે. મહત્વનું છે કે સુશાંતના મોત બાદથી જ ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના પ્રશંસકો તેના અભિનેતાને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે. હાલ ટ્વિટર પર #janandolan4SSR ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ હેશટેગ સાથે યુઝર્સ સુશાંતસિંહને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. તેમજ દોષિતોને સજા થાય તે માટે આ કેસમાં સીઆઈડી તપાસની માંગ પણ કેટલાક યુઝર્સ કરવા લાગ્યા છે.