ઈન્ડો- અમેરિકા દાતા આકાશ પટેલે હાલમાં મહામારી કોવિડ-19થી અસરગ્રસ્ત ગુજરાતના પરિવારો અને રોજની આવક પર જીવતા લોકોને ટેકો આપવાના શપથ લીધા છે. આકાશ પટેલ પોતે ગુજરાતનું નાનું ગામડું માણુંદના છે અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ફ્લોરિડામાં સ્થાયી થયા છે અને હવે સફળ વેપાર સાહસિક અને દાતા છે, જેઓ કટોકટોની આ સમય દરમિયાન પોતાના જન્મના દેશ ભારતને મદદનો હાથ આપી રહ્યા છે.
આ ઈન્ડો- અમેરિકન દાતાએ પોતાના વતન ગુજરાતના વંચિત પરિવારોને મદદ કરવાના પોતાના હેતુની ઘોષણા કરી છે. વંચિત પરિવારો સુધી મદદ પહોંચે તેની ખાતરી રાખવા માટે તેમને કોવિડ-19ને કારણે ઉદભવેલી વર્તમાન કટોકટીમાં સૂકું રેશન આપવા માટે અનેક સ્થાનિક એનજીઓ સાથે જોડાણ કર્યું છે.
આકાશ પટેલ કહે છે, અમે જોયું છે કે રોજની આવક પર નભનારાને આ લોકડાઉનમાં સૌથી વધુ માઠી અસર થઈ છે અને તેઓ યોગ્ય ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. આમાંથી ઘણા બધા રોજની જીવનજરૂરી ચીજોથી પણ વંચિત છે. તેઓ તેમનાં ભાડાં ચૂકવવાં, રોજની જીવનજરૂરી ચીજો ખરીદી કરવા, તેમના બાળકોને ખવડાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આથી અમે તેમની આસપાસ રહેતા આવા શક્ય તેટલા લોકોને શોધી કાઢવા અમે વિનંતી કરી છે. અમે આ ઝુંબેશમાં મદદરૂપ થવા માટે ગુજરાત પોલીસનો આભાર માનવા માગીએ છીએ.લોકડાઉનને લીધે બધી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ બંધ છે અને આવનજાવન પર નિયંત્રણો આવ્યા છે ત્યારે ખાસ કરીને રોજની આવક પર નભનાર સહિત વંચિત પરિવારોના જીવનને આજીવિકા ગુમાવવાથી સૌથી વધુ અસર થઈ છે. શ્રી આકાશ પટેલ અને તેમનાં પત્ની નવનીતે જીવનજરૂરી ચીજો લેવાનું પરવડતું નથી તેમને માટે કરિયાણુ, રોજની જીવનજરૂરી વસ્તુઓ, સેનિટરી પેડ્સ, સેનિટાઈઝર, માસ્ક દાન કરવાના સમ ખાધા છે.