આતંકવાદ અંગે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં આઈએસઆઈએસના આતંકવાદીઓની ખૂબ ‘મોટી સંખ્યા’ હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટમાં એ અંગે પણ સાવચેત કરવામાં આવ્યા છે કે ભારતીય ઉપખંડમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા હુમલાનું ષડયંત્ર ઘડી રહ્યું છે.
(File Pic)
એવું માનવામાં આવી રહ્યું કે આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યામારના 150થી 200 આતંકી સામેલ છે. આઈએસઆઈએસ, અલ-કાયદા અને સંબંધીત વ્યક્તિઓ અને સંસ્થા પરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઉપખંડમાં અલ-કાયદા તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમંદ અને કંધાર પ્રાંતથી કામ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150 થી 200 જેટલા સભ્ય છે.
અલ-કાયદાનો વર્તમાન વડો ઓસામા મહસૂદ છે. ઓસામા મહસૂદએ માર્યા ગયેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. રીપોર્ટ મુજબ અલ-કાયદા પોતાના પૂર્વ વડાના મોતનો બદલો લેવા માટે આ ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી કરવાનું ષડયંત્ર ઘડી રહ્યું છે.