કોરોના વાયરસના વધતાં હાહાકારને જોતા વિશ્વભરમાં કોરોના વાયરસ સામે વેક્સીન શોધવા માટે યુદ્ધ સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. લોકોને કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે એવામાં મોદી સરકારના એક મંત્રી સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે.
(File Pic)
કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં ભારત સરકારના મંત્રી ભાભીજી પાપડ લોન્ચ કરીને વિવાદમાં ફસાઈ ગયા છે અર્જુન મેઘવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ભાભીજી પાપડ લોન્ચ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પાપડ ખાવાથી કોરોના સામે લડત લડવા માટે મદદ મળશે.
વીડિયોમાં માસ્ક પહેરીને અર્જુન મેઘવાલ કહી રહ્યા છે કે આત્મનિર્ભર ભારત બ્રાન્ડ અંતર્ગત ભાભીજી બ્રાન્ડએ એવા પાપડ બહાર પાડ્યા છે કે જે ખાવાથી કોરોના સામે લડવા માટે શરીરમાં એન્ટીબોડી બનશે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તેઓ ટ્રોલ થયા હતા. લોકો તેમના વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલા બંગાળમાં ભાજપનાં જ એક નેતાએ કહ્યું હતું કે કોરોના વાયરસથી બચવા માટે ગૌમૂત્ર પીવું જોઈએ.