કોરોના મહામારીની ઝપેટમાં સામાન્ય લોકોની સાથે સાથે રાજકીય નેતાઓ અને બોલીવુડ સેલિબ્રિટીઓ પણ આવી રહી છે. ત્યારે વધુ એક રાજકીય નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સવારથી સહેજ તાવ અને ખાંસીની ફરિયાદ હોવાથી તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ પોઝિટિવ આવતાં તેઓએ કહ્યું કે મારા દેશવાસીઓ મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સાથીઓને અપીલ છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે અને મારી નજીકમાં રહેનારા લોકો ક્વૉરન્ટાઈનમાં ચાલ્યા જાય.
(File Pic)
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરું છું અને સાથે ડોક્ટરની સલાહ પ્રમાણે પોતાને ક્વૉરન્ટાઈન કરીશ અને સારવાર પણ લઈશ. પ્રદેશની જનતાને અપીલ છે કે સાવધાની રાખે. નાની ચૂક પણ કોરોનાને આમંત્રણ આપે છે. મહત્વનું છે કે, ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. મોડી સાંજે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની મીટિંગ હતી, પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી હતી.