ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના સતત ચોથા દિવસે 1 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 23 જુલાઈથી 24 જુલાઈ સુધીમાં કોરોનાના 1068 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 53631 થઈ ગઈ છે.
(File Pic)
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 26 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2283 થયો છે. જ્યારે 24 કલાકમાં 872 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 38830 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 309 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 176, વડોદરામાં 92 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 26, ભાવનગરમાં 39, રાજકોટમાં 59 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 12518 એક્ટિવ કેસ છે. જેમાં 83 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 12435 સ્ટેબલ છે.