ગાંધીધામ તાલુકાના મીઠી રોહર ગામમા હવામાં ફાયરિંગ કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી અને આરોપી ઓ ની ધરપકડ કરી છે. પોલીસ વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે ખારીરોહર ગામ ના હવામાં ફાયરિંગ પ્રકરણમાં પોલીસે હાજી યાકુબ જંગીયા, અબ્બાસ ઈબ્રાહિમ જંગીયા અને જુસબ ખમીશા કટીયા એમ ત્રણેયને ખારીરોહર ની ફાયરિંગમાં માં વાપરેલા હથિયારોની સાથે ધરપકડ કરી છે. છેલ્લા ત્રણ દિવસ થી આ ત્રણ વ્યક્તિઓ દ્વારા હવામા ગોળીબાર કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. એક વ્યક્તિ રિવોલ્વર જેવા શસ્ત્રથી અને બે વ્યક્તિ ડબલ બેરલ બંદૂકથી ફાયરિંગ કરતો વિડીયો સોશિયલ મિડીયા મા વાયરલ થયો હતો. આ બાબત ઉચ્ચ પોલીસ અધિકારી ના ધ્યાનમાં આવતા પોલીસ અધિકારીઓએ સમગ્ર બાબતે તપાસ કરવા માટે હુકમ કર્યા હતા. તપાસ દરમિયાન આ વિડીયો ખારી રોહર ગામનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું અને પોલીસે ફાયરિંગ કરનાર ત્રણ વ્યક્તિઓ સામે બી ડિવિઝન પોલીસ મથક ગાંધીધામ મા ત્રણ અલગ-અલગ ગુના સબબ ફરિયાદ નોંધી હતી. આરોપીઓ પાસેથી એક રિવોલ્વર જેવુ શસ્ત્ર અને બે વ્યક્તિ ઓ ડબલ બેરલ ની બંદૂકથી હવામાં ફાયરીંગ કરી રહ્યાં છે તે મુદ્દામાલ તરીકે કબજે કરેલ છે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો પરંતુ ચેનલ તેની પુષ્ટિ કરતી નથી પરંતુ આવા બનાવો ખૂબ જ ગંભીર ગણી શકાય આરોપીઓને પકડવાની કાર્યવાહીમાં ગાંધીધામ પી.આઈ જે પી જાડેજા, ફોજદાર કીર્તિકુમાર ઘેડિયા વગેરેની પોલીસ ટીમે હાથ ધરી છે. અને જે હથિયાર નું લાયસન્સ છે તે રદ કરાવવાની પણ પોલીસ તજવીજ કરશે તેવી વાત ચર્ચામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ની પુષ્ટિ ન્યૂઝ ચેનલ કરતું નથી પરંતુ પોલીસે સતર્કતા પૂર્વક કાર્યવાહી કરી છે.