સંશોધકોએ ક્રિસ્ટલ અને ફૂલની જેમ મધપૂડો બનાવતી મધમાખીઓની પ્રજાતિ શીધી છે. ટેટ્રાગોન્યુલા મધમાખીઓનો મધપૂડો 3D જેવો દેખાય છે. આ મધમાખીઓ મેથેમેટિકલ બ્લૂપ્રિન્ટને ફોલો કરે છે. તેની ખાસ પેટર્ન હોય છે અને તેનો આકાર ગોળ હોય છે. આ રિસર્ચ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી અને સ્પેનની ગ્રેનાડા યુનિવર્સિટીના સંશોધકોએ મળીને કર્યું છે. શ્રમિક મધમાખીઓ મધપૂડાના કિનારા પર બાલ્કની(ટેરેસ) જેવો આકાર બનાવે છે.
(File Pic)
અહિ દરેક ખાડામાં મધમાખીઓ તેમના ઈંડાં મૂકે છે. ત્યારબાદ તેને બંધ કરી દે છે જેથી તેની ઉપર વધારે એક બાલ્કનીની રચના કરી શકાય. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આવો સુંદર મધપૂડો બનાવનારી મધમાખીઓ ડંખ મારતી નથી. ટેટ્રાગોન્યુલા મધમાખીઓ તેમનો મધપૂડો ચાર આકારમાં બનાવે છે, પ્રથમ વર્તુળ, બીજો બુલ્સ-આઈનો આકાર, ત્રીજો ડબલ સ્પાઈરલ અને ચોથો આકાર પગથિયાવાળા ખેતર જેવો હોય છે. સંશોધકો પ્રમાણે, દેખાવમાં મધપૂડો મલ્ટી સ્ટોરી કાર પાર્કિંગ જેવો હોય છે. તેને તૈયાર કરવામાં મધમાખીઓ ખાસ ગણિતના ફૉર્મ્યૂલાની મદદ લે છે. જેવું મધમાખીઓ ઈચ્છે છે તેવો મધપૂડો જ દર વખતે બને છે.