અયોધ્યામાં શ્રીરામ દરબારમાં શુભ ઘડી આવી ગઇ છે. 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાવાનો છે. અયોધ્યામાં તૈયાર થનારા રામ મંદિર માટે જૂની ડિઝાઇન 1985-86માં તૈયાર કરવામાં આવી હતી, ત્યારે હાલ શ્રદ્ધાળુઓની ભીડને જોતા મંદિરની ડિઝાઇનમાં વધારો કરવામાં આવ્યો છે.
(File Pic)
નવા ડિઝાઇન પ્રમાણે મંદિરમાં 3 નવા નૃત્ય મંડપ તૈયાર કરવામાં આવશે, જેમાં 2 મંડપ આગળ અને 1 બાજુમા તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિરમાં 3 લાખ 75 હજાર ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે, જે પૈકી 70 હજાર ઘન ફૂટ પથ્થર પહેલાથી તૈયાર હતા. બીજા 3 લાખ ઘન ફૂટ પથ્થર બંસીપુરા થી માંગવામાં આવશે. મંદિરની ઉપર 35 ફૂટ ઊંચી ધજા તૈયાર કરાશે. સાથે સાથે 10થી 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના સોમપુરા સમાજના કારીગરોને અયોધ્યા લઈ જવામાં આવશે.
(File Pic)
સમગ્ર મંદિરના ગર્ભગૃહમાં કોઈ દર્શનાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. મહત્વનું છે કે, એન્ડT કંપની દ્વારા 1 અઠવાડિયા પહેલા મંદિરના દરેક જગ્યાની 40 ફૂટ નીચેથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સોલેટ બેસીંગ કેપેસીટીના સેમ્પલ બાદ નક્કી કરાશે કે દરેક મંડપમાં પથ્થરનો ભાર કેટલો રાખવો. અને ત્યાર બાદ સમગ્ર મંદિરમાં કેટલું વજન રાખવું તે નક્કી કરવામાં આવશે. મહત્વનું છે કે 69 એકર ભૂમિમાં 5 ઘુમ્મટવાળુ ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવનાર છે. મંદિરમાં 3 લાખ 75 હજાર ઘન ફૂટ નવા પથ્થરનો સમાવેશ કરવામાં આવશે. તેમજ મંદિરમાં એક સાથે 10 હજાર લોકો ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થ કરાશે.