ચીન સાથેના સરહદ તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે સૈન્યને જરૂર પડ્યે ટૂંક સમયની સુચનાએ તૈયાર રહેવા કહ્યું છે. ચીન તરફ ઇશારો કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આજે લદ્દાખની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાને જે રીતે ત્વરીત તૈનાત કરાઇ છે તે વિરોધીઓને સ્પષ્ટ અને આકરો સંદેશ છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈન્ડિયન એરફોર્સના કમાંડર્સ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં એરચીફ, એર ચીફ મર્શલ આરકેએસ ભદોરિયા સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ બેઠકમાં રાજનાથ સિંહે વાયુસેનાને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યું હતું. એરફોર્સને શોર્ટ નોટિસ પર તૈયાર રહેવા રક્ષામંત્રીએ કહ્યું છે. રક્ષામંત્રીએ સરહદો પર તેમાં પણ ખાસ કરીને લદ્દાખમાં સાવચેતી રાખવા બદલ વાયુસેનાના ભારોભાર વખાણ કર્યા હતાં. ભારત ચીન વચ્ચે લદાખ સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહનું આ નિવેદન ઘણું સૂચક માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હજુ ગત સપ્તાહે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ લેહ લદાખ અને જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે એરફોર્સ અને આર્મીના જવાનોના યુદ્ધાભ્યાસ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી,