કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કુલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલવા પઠાણી ઉઘરાણીના વિવાદ વચ્ચે હાઈકોર્ટે સ્કુલ ખુલતા સુધી ફી નહીં વસુલવા આદેશ ક૨તા અને રાજય સ૨કા૨ના શિક્ષણ વિભાગે પણ સ્કુલોને ફી ઉઘ૨વવા સામે મનાઈ ફ૨માવતો ઠરાવ ક૨તા ખાનગી સ્કુલ સંચાલકોએ વાંધો ઉઠાવ્યો છે.
(File Pic)
ખાનગી સ્કુલ સંચાલકોએ છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓને અપાતુ ઓનલાઈન શિક્ષણ હવે બંધ ક૨વાનું નકકી ર્ક્યુ છે. મળતી માહિતી મુજબ, કોરોના વાયરસની મહામારીથી વિદ્યાર્થીઓના ભણતરને ન પૂરાય તેવી ખોટ પડી રહી છે. ફીના મામલે વિવાદ વકરતા હવે ખાનગી શાળાઓએ આવતીકાલથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
(File Pic)
આ અંગે ગુજરાત ખાનગી શાળા મહામંડળની યોજાયેલી બેઠકમાં આવતીકાલથી ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે રાજ્યના સૌથી મોટા ખાનગી શાળા સંચાલક મંડળે આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બીજી તરફ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટતા કરી છે કે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે તેમની સંસ્થાએ કોઈ નિર્ણય લીધો નથી. રસપ્રદ છે કે સરકારે સ્કૂલ ખુલતા સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો છે ત્યારે ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોની આજે બેઠક મળી હતી અને તેમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ, ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે બે મોટા ખાનગી શાળા સંચાલક મંડળ વચ્ચે ફાંટા પડી ગયા છે.