એશિયા કપ અને ટી 20 વર્લ્ડ કપ 2020 રદ થયા પછી, આઈપીએલ 2020નું આયોજન કરવાનું ચિત્ર પહેલાંથી ઘણું જ સ્પષ્ટ થઈ ગયું છે. દરેક ચાહકોના મનમાં એક સવાલ હતો કે આ ટૂર્નામેન્ટ ભારતમાં કે વિદેશમાં ક્યાં યોજાશે. હવે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે આઈપીએલના સ્થળ પરથી પડદો ઉઠાવી દીધો છે.
(File Pic)
બ્રિજેશ પટેલે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે, વર્ષ 2020ની આઈપીએલ યૂએઈમાં આયોજિત કરવામાં આવશે. બૃજેશ પટેલે એ પણ કહ્યું છે કે અત્યારે આઈપીએલનાં આયોજનની તારીખ નક્કી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આઈપીએલ 2020 યુએઈમાં યોજાશે, પરંતુ ટૂર્નામેન્ટની તારીખો હજી નક્કી થઈ નથી.
(File Pic)
બ્રિજેશ પટેલે માહિતી આપી હતી કે આવતા અઠવાડિયે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની એક વીડિયો મીટીંગ યોજાશે, જેમાં ટૂર્નામેન્ટ અંગેની તારીખો અને ધોરણ ઓપરેટિંગ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. પટેલે એ પણ જણાવ્યુ હતું કે, ભારત સરકારની મંજૂરી મળતાં જ આઈપીએલ 2020નું શેડ્યૂલ તૈયાર થઈ જશે.