ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ વિકરાળ રૂપ લઈ રહ્યો છે. આ વાયરસથી બચાવવા માટે અનેક દેશ વેક્સીન વિકસિત કરવામાં લાગેલા છે. . કોરોના વાયરસની વેક્સિન સૌ પ્રથમ કોણ તૈયાર કરશે તેની રાહ સમગ્ર વિશ્વ જોઇ રહ્યું છે પરંતુ બ્રિટેનને તેમાં મોટી સફળતા મળી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એ AZD1222એ ટ્રાયલ કર્યું છે, તેનાથી ઇમ્યૂન સિસ્ટમ સારી થવાના સંકેત મળ્યા છે. આ વેક્સીનનું ઉત્પાદન AstraZeneca કરશે.
(File Pic)
ભારતીય કંપની સીરમ ઇન્ટિતેટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ આ પરિયોજનામાં સામેલ છે. આ ઉપરાંત, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ વેક્સીનનું ટ્રાયલ ભારતમાં પણ કરવા માંગે છે.
કંપનીએ કહ્યું કે લાઇસન્સ મળતાં જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દેવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, AZD1222ના પહેલા ચરણના ટ્રાયલમાં જ સારા પરિણામ સામે આવ્યા છે. અમે તેનાથી ખૂબ ઉત્સાહિત છીએ. આશા છે કે પરિણામ પોઝિટિવ હશે. મહત્વનું છે કે, ઓક્સફર્ડનો પ્રોજેક્ટ સફળ થતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વેક્સીનના 100 કરોડ ડોઝ તૈયાર કરશે. તેમાંથી 50 ટકા હિસ્સો ભારત માટે હશે અને 50 ટકા ગરીબ તથા મધ્યમ આવકવળા દેશોને મોકલવામાં આવશે. સરળ શબ્દોમાં સમજીએ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન સંપૂર્ણ પણે સફળ રહેતા ભારતને કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં મોટો ફાયદો થશે.