ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 998 પોઝિટિવ કેસ નોંધાયા છે. 19 જુલાઈ સાંજથી 20 જુલાઈ સાંજ સુધીમાં વધુ 998 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 50 હજાર નજીક પહોંચી છે. 998 કેસ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 49439 થઈ છે.
(File Pic)
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 20 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2167 થયો છે. જ્યારે 24 કલાકમાં 777 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 35659 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 284 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 193, વડોદરામાં 78 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 56, ભાવનગરમાં 42, મહેસાણામાં 26 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 11613 એક્ટિવ કેસ છે. જેમાં 78 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11535 સ્ટેબલ છે.