ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવવા લાગ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
(File Pic)
જોકે, 28 દિવસ બાદ ભરતસિંહ સોલંકીનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જેથી છેલ્લા ઘણા દિવસથી વેન્ટિલેટર પર રહેલા કોંગ્રેસ નેતાનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટીવ આવતા વેન્ટિલેટર પરથી ખસેડવા માટેની તબીબો દ્વારા ટ્રાયલ શરુ કરવામાં આવ્યો છે.
(File Pic)
મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની હોસ્પિમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ બગડતા તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભરતસિંહની સ્થિતિ વધુ બગડી હતી જેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને વેન્ટિલેટર પરથી ખસેડવાની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી તેમને 8 કલાક વેન્ટિલેટરથી દૂર રાખવામાં આવી રહ્યાં છે. હાલ કોગ્રેસ નેતાને કોરોના વાયરસને કારણે ફેફસાને થયેલા નુકસાનની સારવાર ચાલી રહી છે.