થોડા સમય પહેલા પીળા રંગના ઘણા બધા દેડકા એક સાથે જોવા મળ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે ભાગ્યે જ જોવા મળતા પીળા રંગનો કાચબાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
(File Pic)
ઓડિશાના સુજનપુર ગામમાં આ કાચબો જોવા મળ્યો છે. જે અંગે સ્થાનિક લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. જોકે આ પીળા રંગના કાચડો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો અને સ્થાનિક લોકો પણ તેને જોઈ આશ્ચર્ય પામી ગયા હતા. ઘણાં લોકો તેનાથી ડરી પણ ગયા હતા, જાેકે, આ પછી આ વિષયમાં વન વિભાગને જાણ કરવામાં આવી.
(File Pic)
વન વિભાગે આ કાચબા વિશેષતા અંગે ગ્રામજનોને જણાવ્યું ત્યારે લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. વાઈલ્ડ લાઈફ વોર્ડન ભાનુમિત્રા આચાર્યએ જણાવ્યું કે, આ પ્રકારનો કાચબો તેમણે પહેલા ક્યારેય જાેયો જ નહોતો. તેમણે કહ્યું કે, “જે કાચબાને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તેનું સ્કેલ અને શરીરનો ભાગ પીળા રંગનો છે. આ ભાગ્યે જ જોવા મળતો કાચબો છે, મેં આ પહેલા ક્યારેય આવો કાચબો નથી જોયો. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પીળા રંગના દેડકાને જોઈને લોકોને ભારે કુતુહલ સર્જાયુ હતું. ત્યારે હવે પીળા રંગના કાચબાએ પણ લોકોમાં કુતુહુલ સર્જ્યુ છે.
https://www.youtube.com/watch?v=u7h2ISiyaJQ