દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં દરરોજ કોરોનાના 34,000 કરતા પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 11 લાખના આંકડા નજીક પહોંચી ગઈ છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે અને હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
(File Pic)
આઈએમએ હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડો. વી.કે. મોંગાના કહેવા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે.
(File Pic)
ડો. મોંગાના કહેવા પ્રમાણે ભારતમાં દરરોજ 30,000 કરતા પણ વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે અને વાસ્તવમાં તે દેશ માટે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે જે ખરાબ સંકેત છે અને તેમાં કોમ્યુનિટી સ્પ્રેડ દેખાઈ રહ્યું છે. ભારતમાં વધી રહેલા કેસ મામલે ડોક્ટર મોંગાએ જણાવ્યું કે, કોરોનાના કેસ ગામડાઓમાંથી સામે આવી રહ્યા છે જ્યાં સ્થિતિને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડે. દિલ્હીમાં અમે સંક્રમણને નિયંત્રિત કરવામાં સક્ષમ હતા. પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય પ્રદેશ વિશે શું કહેવું. આ રાજ્ય સંભવિત હોટસ્પોટ તરીકે સામે આવી શકે છે.