ઉત્તરપ્રદેશના અમેઠીની રહેવાસી માતા-પુત્રીએ શુક્રવારના રોજ લખનઉમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટનાના પડઘા પડ્યા બાદ અમેઠીના ડીએમએ પોલીસ સ્ટેશનમાં માતા-પુત્રીની ફરીયાદ ન લેનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ડીએમ અરુણ કુમારે આ મામલે બેદરકારી દાખવવા બદલ એસએચઓ રતનસિંહ સહિત ઈન્સપેક્ટર બે કોન્સ્ટેબલ સહિત ચાર લોકોને સસ્પેન્ડ કર્યા છે.
મળતી માહિતી મુજબ, મળતી માહિતી મુજબ અમેઠીના જમાઇમાં રહેતી પીડિત મહિલા અને તેની પુત્રીએ શુક્રવારના રોજ લોકભવનની બહાર અચાનક પોતાને આગ ચાંપી દીધી હતી.આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. રસ્તા પર સળગતા માતા-પુત્રીને રસ્તા પરથી પસાર થતા લોકોએ પણ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઘટનામાં માતા-પુત્રી ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલ સારવાર અથે ખસેડાયા છે. મહિલાની ફરિયાદ અનુસાર એક ગટર વિવાદને લઇને કેટલાક બદમાશોએ તેને અને તેની પુત્રની માર માર્યો હતો. જે અંગે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. આ મામલે પોલીસ કંઈ કરતી ન હોવાથી તે શુક્રવારે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચી હતી. પરંતુ બંનેએ લોક ભવનની બહાર પોતાને આગ ચાંપી દીધી હતી.