કોરોના વાયરસની મહામારીએ દુનિયાભરની તમામ રમગ-ગમત ગતિવિધિઓ પર જાણે બ્રેક મારી દીધી છે. પરંતુ હવે તેને ફરી ચાલુ કરવા માટે કેટલાક ઉપાયો શોધવામાં આવી રહ્યાં છે. ભારતની સૌથી મોટી ક્રિકેટ લીગ એવી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને આ મહામારી વચ્ચે પણ આયોજીત કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
(File Pic)
કોરોના વાયરસના કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરેલી આઈપીએલ 2020 હવે 26 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સના મતે બીસીસીઆઈએ આઈપીએલના આયોજનનુ શિડ્યૂલ બનાવી લીધુ છે અને તેનુ આયોજન આ વખતે ભારતની બહાર થશે.
(File Pic)
રિપોર્ટના મતે આઈપીએલ યૂએઈમાં રમાડવામાં આવશે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેના કારણે બીસીસીઆઈને આ નિર્ણય લેવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, યૂએઇમાં કોરોનાના 50,000થી વધુ કેસ સામે આવ્યા છે જેમાં 300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ભારતમાં આ આંકડો 10 લાખને પાર થઇ ચૂક્યો છે અને 25,000થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આવી સ્થિતિમાં ભારત આઈપીએલનું આયોજન UAEમાં કરવાનું વિચારી રહ્યું છે.