રાજયમાં હાલ કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 900થી વધારે કેસ આવતા તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
(File Pic)
ત્યારે શાળાઓ ફરી શરુ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણવિદો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં શાળાઓ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને શરૂ નહી કરવા માટેનો એક સંયુક્ત સુર શિક્ષણવિદોનો થયો હતો. ત્યારે આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે.
(File Pic)
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, શાળાઓ શરુ કરવા હાલ કોઈ ઉતાવળ કરવાની જરુર નથી. કોરોનાના સંક્રમણને જોતા સરકાર બાળકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખી રહી છે. જેથી હાલ ઓનલાઈન શિક્ષણ યથાવત રહેશે. સાથે જ શિક્ષણ મંત્રીએ અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે પણ જણાવ્યુ હતું તેમજ આગળના વર્ષમાં કામ લાગે એવો અભ્યાસ કરાવાય તેના પર પણ ભાર આપ્યો હતો.