કોરોનાના સંક્રમણ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોમાં વિધાનસભાની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે કવાયત તેજ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત પેટા ચૂંટણી અને સામાન્ય ચૂંટણી આવી રહી છે.
(File Pic)
તે તમામ રાજયોના ચૂંટણી નિર્વાચન અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને રાખીને કયા પ્રકારે ચૂંટણી કરી શકાય તે માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ 8 વિધાનસભા બેઠકોની ચૂંટણી સપ્ટેમ્બર સુધીમાં કરવાની થાય છે.
(File Pic)
કોરોનાના પગલે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટે મતદાન મથકો અને બૂથનો વધારો કરવા અંગે વિચારણા ચાલી રહી છે. કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા જે રાજ્યોમાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાનાર છે તેના ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણીઓ કેવી રીતે યોજવી તે અંગેના સૂચનો મંગાવ્યા હતા. હાલમાં મતદારોની જેટલી સંખ્યા દીઠ એક બૂથ નિયત થયું છે તે સંખ્યા અડધી કરીને બૂથ નિયત કરાય તો મથક ઉપર મતદારોની લાઇન ન થાય તેવું આયોજન વિચારાઇ રહ્યું છે.