ભારત અને યુરોપીય સંઘના 15માં શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વિશ્વ શાંતિ માટે ભારત અને યુરોપીય સંઘની ભાગીદારી ખૂબ જ જરુરી છે.
Contents
(File Pic)
તેમણે જણાવ્યું કે, આપણે કોરોના વાયરસ મહામારીના પગલે માર્ચ મહિનામાં આ સંમેલનને રદ્દ કરવુ પડ્યુ હતુ. આ સારી બાબત છે કે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી આજે એક સાથે આવી શક્યા. વીડિયો કોન્ફરન્સ મારફતે આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુકે, વર્તમાન પડકારો ઉપરાંત, જળવાયુ પરિવર્તન જેવા પડકાર આપણી સામે છે જે ભારત અને યુરોપીય સંઘ માટે મુખ્ય છે.
(File Pic)
ભારતમાં નવીનીકરણ ઊર્જાનો ઉપયોગ વધારવા આપણા પ્રયત્નોની સાથેસાથે અમે આ વિસ્તારમાં યૂરોપને રોકાણ અને ટેકનોલોજી માટે આમંત્રિત કરીએ છીએ.