જીવલેણ કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વિશ્વભરના દેશોએ લોકડાઉન સહિતના પગલા લીધા હોવા છતાં મહામારી પર કાબૂ મેળવી શકાયો નથી. વળી, લોકડાઉનના કારણે અર્થ વ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્રએ વધુ એક આફતને ચેતવણી વ્યક્ત કરી છે. હાલના સમયમાં આખી દુનિયા કોરોના મહામારીથી ત્રાસી ગયુ છે, હજુ સુધી કોઇ વેક્સિન શોધાઇ નથી.
દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો રિસર્ચમાં લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે કોરોના વાયરસના પ્રકોપ બાદ દુનિયામાં બીજી મોટી આફત આવવાની વાત કહી છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, દુનિયામાં કોરોના બાદ કરોડો લોકો ભૂખમરાની ઝપેટમાં આવી શકે છે.
(File Pic)
હાલ દુનિયામાં 1,27,68,307 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં 5,66,654 સંક્રમિત લોકોના મોત થઇ ચૂક્યા છે. આને જોઇને સંયુક્ત રાષ્ટ્રે ચેતવ્યા છે કે કોરોના મહામારી આ વર્ષે લગભગ 13 કરોડ લોકોને ભૂખમરામાં ધકેલી દેશે. દુનિયામાં ભૂખમરાની કગાર પહોંચેલા લોકોની સંખ્યા ગયા વર્ષે લગભગ એક કરોડ વધી ગઇ હતી.
(File Pic)
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ દાયકાઓ સુધી ભુખમરાના સૂચકાંકમાં સતત ઘટાડો નોંધાતો રહ્યો હતો, પરંતુ વર્ષ 2014માં આ આંકડો વધવાની શરુઆત થઈ. જે આજે પણ સતત વધી રહ્યાં છે. જેમાં એશિયામાં સૌથી વધુ કુપોષિત વસ્તી રહે છે. એક અંદાજ અનુસાર, એશિયામાં 38.1 કરોડ લોકો કુપોષણનો શિકાર છે.