સીબીએસઈ ધોરણ 12ના પરિણામ જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ ધોરણ 10ના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી રમેશચંદ્ર પોખરીયાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ સેકેન્ડરી એજ્યુકેશનના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ 15 જુલાઈના રોજ બુધવારે જાહેર કરવામાં આવશે.
(File Pic)
આ અગાઉ કોર્ટના આદેશ બાદ CBSE એ જાણકારી આપી હતી કે, બોર્ડના પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં 12મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ હવે આતુરતાથી 10મા ધોરણના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ 10ની પરિક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે.
ગત વર્ષે બોર્ડે 6 મેના રોજ 10માનું પરિણામ જાહેર કર્યું હતું. ગત વર્ષે 10મા ધોરણમાં લગભગ 91.1 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, તેમાં 92.45 ટકા છોકરીઓ, 90.14 ટકા છોકરાઓ અને 94.74 ટકા ટ્રાંસજેન્ડર સામેલ હતા. તેમજ વર્ષ 2019માં 13 એવા વિદ્યાર્થીઓ હતા, જેમણે 500 માંથી 499 ગુણ મેળવ્યા હતા.