આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વધુ એક વખત કેમિકલ ફેક્ટરીમાં દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. વિજાગ જિલ્લાના પરવાડા ફાર્મા સિટીમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
મળતી માહિતી મુજબ, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે વિશાખાપટ્ટનમના DCP સુરેશ બાબૂએ જણાવ્યું કે, “જે એન સિટી ફાર્મા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તથા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ફાયર વિભાગના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.