ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જે પૈકી 74 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 12 જુલાઈ સાંજથી 13 જુલાઈ સુધીમાં વડોદરામાં નોંધાયેલા 74 કેસની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા વધીને 3126 થઈ છે. જ્યારે 24 કલાકમાં વધુ 102 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
(File Pic)
જ્યારે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યુ નથી. જેને લઈ તંત્રએ આંશિક હાશકારો અનુભવ્યો છે. અત્યાર સુધી વડોદરામાં 51 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. આ ઉપરાંત વડોદરામાં અત્યાર સુધી 2240 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો વડોદરામાં અત્યારે 835 કોરોનાના એક્ટિવ કેસ છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત બાદ રાજ્યમાં જો કોઈ જિલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસ હોય તો તે વડોદરા છે. ત્યારે વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહિવટી તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.