જીવનમાં ઘણી ક્ષણ એવી આવે છે જ્યાં આપણે તૂટી જઈએ છીએ અને હાર માની લઈએ છીએ. એવા સમયમાં વ્યક્તિને એક મોટીવેશન એટલેકે પ્રેરણાસ્ત્રોતની જરુર હોય છે.. આપણી વચ્ચે ઘણા એવા લોકો છે જે આપણને મોટીવેટ કરતા રહે છે તેમની પાસે પણ ઘણુ બધુ ન હોવા છતાં તેઓ હાર નથી માનતા..
એવામાં ઘણા વિડિયો સામે આવતા હોય છે જે આપણી હિમ્મત તૂટવા નથી દેતા અને આપણો આત્મવિશ્વાસ વધારે છે. ત્યારે વધુ એવા વિડિયો સામે આવ્યા છે જે જોઈને તમારો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બનશે. ટ્વિટર પર બે વિડિયો હાલ સામે આવ્યા છે જે ખરેખર દરેકને પ્રેરણા આપી શકે છે.
જેમાં એક વિડિયો ઉપેન્દ્ર રાય દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે હિમ્મત કરનારાઓની ક્યારેય હાર નથી થતી. વીડિયોમાં એક સ્કુલનો વિદ્યાર્થી જેના બન્ને હાથ નથી, તે પોતાના પગથી બ્લેકબોર્ડ પર લખી રહ્યો છે કે હિમ્મત કરનેવાલોં કી કભી હાર નહીં હોતી.
हिम्मत करने वालों की कभी हार नहीं होती…. pic.twitter.com/WIKnvGfnJ2
— Upendrra Rai (@UpendrraRai) July 12, 2020
(File Pic)
આ વિડિયોને 14 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. આ ઉપરાંત અન્ય એક ટ્વિટર યુઝર્સ ભાવના ઠક્કર કે જેઓ શિક્ષિકા છે તેમણે શેર કર્યો છે. વિડિયોના કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો. વીડિયોમાં એક મહિલા કે જેનો એક હાથ નથી તે રસોઈ બનાવી રહી છે.
તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો જ
તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો.#Respect 🙏 pic.twitter.com/dHCC6HWtFu— ભાવના ઠક્કર 🇮🇳 (@BhavnaThakkar_) July 10, 2020
મહિલા કિચનમાં એક હાથથી રોટલી બનાવતી નજરે પડી રહી છે. આ વિડિયોને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને મહિલાની આ હિમ્મતના વખાણ કરી રહ્યા છે.