ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. 12 જુલાઈ સાંજથી 13 જુલાઈ સાંજ સુધીમાં વધુ 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 42808 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
(File Pic)
તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2057 થયો છે. જ્યારે 24 કલાકમાં 608 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 29806 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
(File Pic)
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 287 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 164, વડોદરામાં 74 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 40, રાજકોટમાં 34 કેસ સામે આવ્યા છે. તો ખેડામાં 19, દાહોદમાં 16, પાટણમાં 10, જામનગરમાં 13 અને ભરુચમાં 15 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 10945 એક્ટિવ કેસ છે. જેમાં 74 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 10871 સ્ટેબલ છે.