સીબીએસઈએ ધોરણ-12નું પરિણામ જાહેર કરી દીધું છે. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે, સીબીએસઈ બોર્ડ ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે આ પરિણામ સીબીએસઈની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ છે.
(File Pic)
બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 88.78% વિદ્યાર્થીઓ ધોરણ-12 સીબીએસઈની પરીક્ષામાં પાસ થયા છે. આ વર્ષે પરીક્ષામાં ત્રિવેન્દ્રમ, બેંગલુરૂ અને ચેન્નઈ પ્રદર્શનના મામલામાં ટોપ થ્રી રહ્યાં છે, આ વર્ષે જ્યાં દિલ્હી ઝોનમાં 94.39% પરિણામ આવ્યું છે, તો યુવતીઓના પરિણામની ટકાવારી 92.15 રહી છે.
(File Pic)
આ વર્ષે યુવતીઓએ યુવકો કરતા 5.96% સારૂ પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે સીબીએસઈ બોર્ડની 12મા ધોરણનું પરિણામ 83.4 ટકા અને 10માં ધોરણનું પરિણામ 91.1 ટકા આવ્યુ હતું. મહત્વનું છે કે દેશમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે સીબીએસઈએ બાકી રહેલી પરીક્ષા રદ્દ કરવી પડી હતી. પરંતુ સીબીએસઈએ કહ્યું હતું કે, તે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે એક વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરશે, જે પોતાના પરિણામમાં સુધાર કરવા ઈચ્છે છે. સ્થિતિ અનુકૂળ થવા પર વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.