દુનિયાભરને પોતાની ઝપેટમાં લઇ ચૂકેલ કોરોના મહામારી દરમિયાનવ ગૂગલ એ એક ખુબ જ મહત્વના પગાલ સ્વરૂપે ભારતમાં 10 અબજ અમેરિકન ડોલર એટલે કે આશરે 75,179 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. ગૂગલ અનુસાર આ મહત્વનું પગલું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ભારત ખુશખુશાલ અને આકર્ષણોને સાફ-સાફ દેખાડે છે.
(File Pic)
ગૂગલનું કહેવું છે કે, આ રોકાણથી ડિજિટલ ઇન્ડિયાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકર કરવામાં મદદ મળશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે દેશમાં આયોજીત થઈ રહેલા છઠ્ઠા ગૂગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમમાં ભારતમાં 75,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું, ગૂગલ ડિજિટલ ઇકોનોમીને ગતિ આપવા માટે આગામી 5 થી 7 વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
ઇકોસિસ્ટમ રોકાણમાં આ રોકાણ ઇક્વિટી રોકાણ, ભાગીદારી અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિક્સચર હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુંદર પિચાઇ વચ્ચે સોમવારે જ વીડિયો કોલ પર વાતચીત થઇ હતી. જે દરમિયાન વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. પિચાઇ સાથે પોતાની આ વાતચીતની જાણકારી પીએમ મોદીએ પોતે ટવીટ કરીને આપી હતી. તેમણે લખ્યું આજે સવારે સુંદર પિચાઈ સાથે એક ફળદાયી વાતચીત થઇ. અમે ભારતના ખેડૂતો, યુવાનો અને વેપારીઓના જીવનને બદલવા માટે ટેક્નોલોજીની શક્તિના ઉપયોગ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ.