અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમાં આવતા વિસ્તારોમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારને રૂ. 500 દંડ ફટકારાશે..
(File Pic)
તેમજ પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકવા બદલ પાનના ગલ્લાંના માલિકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં થૂંકવા પર અને માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં કોરડો ઝીંકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(File Pic)
અમદાવાદમાં આ આદેશનો તાત્કાલિકપણે અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. અગાઉ રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ માસ્ક ન પહેરવાનો દંડ રૂપિયા 200 જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
(File Pic)
અમદાવાદમાં જે નાગરિક માસ્ક વગર નીકળશે તેની પાસેથી રૂપિયા 200ના બદલે 500 પાલિકા વસૂલાશે. તો નવા આદેશ મુજબ જો કોઈ પાનના ગલ્લાની પાસે થૂંકશે તો દંડ થૂંકનારના બદલે ગલ્લા વાળા પાસેથી વસૂલાશે. ગલ્લાના માલિકે આ સંજોગોમાં 10,000 રૂપિયા દંડ ભરવા તૈયાર રહેવું પડશે.